સંતરામપુરમાં 'વિવેકાનંદ રીડિંગ લાઇબ્રેરી'નું ઉદ્ઘાટન: શિક્ષણ અને સંસ્કૃતિને નવી પાંખો.

 સંતરામપુરમાં 'વિવેકાનંદ રીડિંગ લાઇબ્રેરી'નું ઉદ્ઘાટન: શિક્ષણ અને સંસ્કૃતિને નવી પાંખો.

માનનીય મંત્રીશ્રી ડૉ. કુબેર ડિંડોર સાહેબનાં  હસ્તે સંતરામપુર નગરના કોલેજ રોડ પર શ્રી સતિષભાઈ પંચાલની નવી 'વિવેકાનંદ રીડિંગ લાઇબ્રેરી'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

 આ પ્રોજેક્ટ સમૂહમાં શિક્ષણ અને સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે મહત્વનું માનવામાં આવે છે. આ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન સ્થાનિક સમુદાય માટે એક મહત્વપૂર્ણ પ્રવૃત્તિ છે, જેમાં વાંચનપ્રેમીઓને માટે ઉત્તમ સ્રોતો ઉપલબ્ધ થશે.

ડૉ . કુબેર ડિંડોર સાહેબના શબ્દોમાં,"પુસ્તકો સમયનાં વિશાળ સાગરખંડમાં ઊભી કરાયેલી દિવાદાંડી સમાન છે, પુસ્તકો એ વિશ્વ તરફ ઉઘડતી બારી છે."

આ તકે તાલુકા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ વળવાઈ, ધિરેનભાઈ જોશી, રમેશભાઇ ડામોર, સહિત પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.





Comments