સંતરામપુર તાલુકાના કણજરા ગામ ખાતે સેવા સેતુ કાર્યકમ યોજાયો

 

સેવા સેતુ કાર્યક્રમ- મહીસાગર જિલ્લો

સંતરામપુર તાલુકાના કણજરા ગામ ખાતે સેવા સેતુ કાર્યકમ યોજાયો.


માહિતી બ્યૂરો મહીસાગર 

મહીસાગર જિલ્લામાં ગત તા.૧૭મી સપ્ટેમ્બરથી શરૂ થયેલા સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ સંતમપુર તાલુકાના કણજરા ગામ ખાતે સેવા સેતુ કાર્યકમ યોજાયો. કણજરા ગામે સેવાસેતુ કાર્યક્રમમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારી- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સેવા સેતુમાં નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને સ્થળ પરથી જ લાભો મેળવવા સાથે તેમના પ્રશ્નનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ નાગરિકોને અવિરત મળતો રહે તેવા શુભ આશયથી અને વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા સાથે પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે એક જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા આશય સાથે “સેવાસેતુ” કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. 

આ કાર્યક્રમમાં સ્થળ પર સેવા સેતુના આ તબક્કામાં ૧૩ વિભાગની ૫૫ સેવાઓનો લાભ અપાયો જેમાં સામાન્ય વહીવટ વિભાગ,અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ,આદિજાતિ વિકાસ વિભાગ,આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ,કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, નાણા વિભાગ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ, મહેસુલ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગની મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટિસ યોજનાની અરજીઓનો સ્વીકાર કરવાની સેવાઓને સેવા સેતુCMO GujaratGujarat InformationDdo Mahisagararat InformationDdo Mahisagar


Comments